ઊગતા પ્રભાતે મહાશિવરાત્રીનુ' પવિત્ર મહાપર્વ" હતું. ગંગા નદીમાં સ્નાન કરવા હરીદ્વારમાં શિવરાત્રીના મેળામાં હજારો યાત્રાળુઓની મોટી મેદની ઊભરાઈ રહી છે. હમેશના નિયમાનુસાર ધર્માચાર્ય જગદ્ગુરુ શંકરાચાર્યજીની સવારી પેાતાના માનમેાભા સહિત સર્વથી મોખરે પધારી રહી છે.
એક ઊંચા કદાવર મેાટા હાથી પર ચાંદીની અંબાડીમાં જગદ્ગુરુ શંકરાચાર્યજી બિરાજમાન છે. બન્ને બાજુ સેવકો ચમ્મર ઢોળી રહ્યા છે. ચોપદારો નેકી (છડી) પોકારી રહ્યા છે. નગારાં નિશાન–ભેરીના નાદ થઈ રહ્યા છે. નાગફણીના સૂરો ગુંજી રહ્યા છે. વેદેાક્ત રીતે વાણીના મંત્રોચ્ચાર કરતા વિદ્વાન પુરુષો હાથી આગળ ચાલી રહ્યા છે. જગદ્ગુરુશ્રીની પાછળ
જુદા જુદા સંપ્રદાયના મહંતો અને અખાડા અધિપતિઓનુ' સાધુ દળ આવી રહ્યું છે. વર્ણાશ્રમની રીતિ પ્રમાણે આ સાધુ દળના પેાશાકો અને હાલ વિવિધ પ્રકારના શોભી રહ્યા છે. ભક્તજનો સનાતન ધર્મનો જય હો' ના મોટા અવાજે જય બોલાવી રહ્યા છે. મહાત્મા મેકણ આ સવારી આવતી જોઈ પેાતાની પાસેની વસ્તુઓ પાવડી, પત્તર અને ચાખડી સવારી આવતાં પહેલાં રસ્તાની વચ્ચે અલગ અલગ રાખે છે. અને તેઓ સવારી જોવા માટે એક બાજુ હાથ જોડી ઊભા રહે છે. પૂજ્ય શકરાચાર્યજીનો હાથી આવતા પહેલાં, વ્યવસ્થાપક દળોવાળા માણસો માર્ગની વ્યવસ્થા માટે આગળ આવી રહ્યા છે. રસ્તામાં પડેલી સંત મેકણની વસ્તુઓ જોઈ તેને એક તરક ફેંકી દેવા માટે ઉપાડી રહ્યા
છે પણ તે જમીન સાથે ચોંટી જવાથી ઊંચકી શકાતી નથી. આ સમયે જગદ્ગુરુ શંકરાચાર્યજીનો હાથી નજીક આવી રહ્યો હોઈ શંકરાચાર્યજી તે જોઈ રહ્યા છે. ચેાપદારો વગેરે મોટા મોટા અવાજે બોલી ઊઠયા :
• યે કિસકી ચીઝે' હૈ ? ઉઠાઓ ઈધરસે.’
સંત મેકણ સામે ઊભા હતા. તેઓ કહે છે :
‘યે ચીઝે’ મેરી હૈ. કોઈ ભી ઉઠા લે. મૈ' તેા ગુરુ શંકરાચાર્યજી કે દર્શન કા પ્યાસા હું. સાધૂસંત ઔર મહંતેા કે લીયે ખડા હું. મેરા અહેાભાગ્ય કિ મહાપુરુષૉકા દર્શન ભી કર શકુંગા. ’
ચેાપદારો ને માણસો। આ રસ્તામાં પડેલી વસ્તુઓ ઉપાડવા ખૂબ કોશિશ કરે છે પણ ઊપડી શકતી નથી. આથી પૂજય શંકરાચાર્યજીનો હાથી ચાલતાં થંભી જતાં માણસેાની મેદની તે જોવા એકત્ર થઈ જાય છે. સંત મેકણ પેાતાની વસ્તુઓ ઉપાડી આસન પાસે મૂકે છે અને ફરી શંકરાચાર્યજી ને વંદન કરે છે. પૂજ્ય શંકરાચાર્યજી ગંગામાં સ્નાન કરી પેાતાના તંબુએ પધારે છે. ત્યારે તેમના શિષ્યને આ કાપડી બાવા મેકણને બોલાવી લાવવા હુકમ કરે છે. શિષ્ય સાધુ, સંત મેકણના આસને આવી કહે છેઃ મહાત્મા, આપકો પૂજ્ય શંકરાચાર્યજી બુલા રહે હૈ ઇસલિયે મેરે સાથ ચલો.’
મહાત્મા મેકણ પૂ. શંકરાચાર્યંજી પાસે જઈ વિનય થી જીનામ
પ્રણામ’ કરી ઊભા રહે છે. પૂ. શંકરાચાર્યજી સંત મેકણ ને પુછે છે
‘ કહાં સે આયે, કાપડી ?'
• મૈં’ ગિરનારસે આતા હું. ' સંતે ઉત્તર આપ્યું. ‘
ગુરુદ્વારા ? ‘ કચ્છ માતાજી કા મઢ.'
‘ અચ્છા, યે કાવડ કિસને દિયા ?
સંતે કહ્યું, ‘ ગુરુ દત્તાત્રયને, મુઝે વસ્તી ચેતાવને કે લિયે દિયા હૈ અગર આપકી ખુશી હો। તો મેં કાવડ કામધેનુ ફીરા શકું, '
શંકરાચાર્યજીએ કહ્યું : “ખુશી કે સાથ ફીરા શકતે હેા મહાત્મા, આપકી કાવડકો કાઈ રૌક નહી શકતા. યહ મેરા ભી હુકમ હૈ.' મેકણે કહ્યું : ' બડી ખુશી કી બાત હૈ, ગુરુજી ! મેરે લાયક કોઈ કામ-સેવા ? મહાત્મા, આપ કોઇ સિદ્ધિવાન પુરુષ દિખાઈ દેતે હૈં. રાસ્તે મે અપની ચીઝે પત્તર, પાવડી ઔર ચાખડી ક્યાં રખ્ખીથી? વહ મુઝે બતાઓ. ’ એમ શંકરાચાર્યજીએ કહ્યું. મેકણે કહ્યું : ' બાપુ, મૈં પ્રમાણિકતાસે બતલાતા હું. મેરે સાધુ-ભાઈઓ કે લીએ. યહ અચ્છા કીયા. મૈં ભી સવારી કે બાદ સબ સાધુઓકો સમાજ, સંપ્રદાયકો બતાના ચાહતા થા કિ ખાને કે બાદ આરામ કરના સાધુ કે
લક્ષણ નહિ. ઉનકેા તપેાબલમેં રહેના ચાહિયે. સબ લોગેાને દેખા કિ એક ૨૫ ( પચ્ચીસ ) વર્ષકા કાપડી સાધુને અપની આંખે ખેાલ દી. ઉસકી ચીઝે રાસ્તે મેં સે કોઈ ઉઠ્ઠા ન શકા. યે સિદ્ધિ કિસીમેં નહી’ થી. સાધુ લોગોકો વિશ્વ કે લીએ ઉપયોગી હેાના ચાહિયે, આપને મુઝે જગા દિયા’ શંકરાચાર્ય. મહાત્મા મેકણને ભાવભર્યો પ્રેમ બતાવે છે. શિવરાત્રીના
દિવસે સર્વે સંપ્રદાયના સાધુમંડળ સાથે બેસી ફળાહાર લેવાનું
આમંત્રણ આપે છે. પેાતાના જેવું બીજુ કાંઈ કામકાજ હોય તેા જણાવવા કહે છે.સંત મેકણ શંકરાચાર્યજીએ કાવડ ફેરવવાની આપેલી પરવાનગી બદલ આભાર માને છે. અને ફળાહાર સમયે સર્વે સંતોની સાથે પંગતમા બેસી આહાર કરવા આવવાની ખાતરી આપી વિનયથી પેાતાને આસને
જવાની તૈયારી કરતાં સંત મેકણ કહે છે મૈં તો એક સાધુ હું. સબકી સેવા કરના મેરા કર્તવ્ય સમઝતા હું. અગર ઇસમે’ મેરી ગલતી હો તેા મુઝે માફ કર દેના.’સંત મેકણ આંબાના ઝાડ નીચે પંદરેક દિવસ પ્રભુભજન કરે છે. હરીદ્વાર યાત્રા અર્થે આવેલા યાત્રાળુઓ સર્વ સ્થળે દેવદર્શન કરે છે,
સાધુમહાત્માને મળે છે, જ્ઞાનગોષ્ઠી કરે છે. એક દિવસે કચ્છી ભક્ત સાથે દસેક યાત્રાળુઓ ફરતા ફરતા મહાત્મના આસન પાસે આવી ઊભા રહે છે. તેમાંના કોઈ મહાત્માને આસને
ફળફળાદી મૂકે છે. કોઈ થોડા પૈસા પણ મૂકે છે. મહાત્મા મેકણ પૈસાને જોઈ યાત્રાળુઓને કહે છે ‘આ પૈસા ઉપાડી લ્યેા. હુ' પૈસા રાખતો નથી. હુ· દોલતથી દૂર રહું છું.’ યાત્રાળુઓને આશ્રય થાય છે. આ મહાત્મા પૈસાના લાલચુ
નથી. જેથી ત્યાંથી જરૂર આપણને સરસ ઉપદેશ મળશે. આ રીતે બધા વિનયથી બેસે છે. તેમાંથી એક ભગત કહે છે :
બાપુ, પૈસા વિના તે કંઈ ચાલતું હશે ? આપ તેા પૈસા રાખતા
નથી તેનું શું કારણું ? મહાત્માએ કહ્યું: ‘ સાધુને પૈસો રાખવો સારો નથી.' એમ કહી કહેવત બોલે છે:
પૈસામાં પ્રાકવ ઘણું ચેારો લેવા દોડે,
પૈસા સારુ લાલચુ બાવા, પથ્થરે માથું ફોડે.
ભાવાર્થ : પૈસાના લાલચુ બાવાઓ ભીખ માગવા માટે પથરાથી ત્રાગું કરી માથું ફોડે છે; પણ મને તેા પૈસાની જરૂર નથી. મહાત્માની ત્યાગવૃત્તિ જોઈ યાત્રીઓને મહાત્મા પાસે વિશેષ સાર ગ્રહણ કરવાની ભાવના જાગતાં સર્વે નિરાંત કરી આંબાના વૃક્ષ તળે બેઠા. આવતા-જતા બીજા યાત્રાળુઓ પણ ત્યાં થેાભવા લાગ્યા. મંડળીમાં બેઠેલ કચ્છથી આવેલ એક યાત્રાળુએ મહાત્મા મેકણને પ્રશ્ન કર્યો : બાપુ, અહી યાત્રાએ આવી ગંગાજળથી નાહવાથી માણસ પવિત્ર બની શકે ખરો ? મહાત્મા મેકણ તેના પ્રત્યુત્તરમાં જણાવે છે કે,
પ્રભુ દર્શન કાજે પવિત્ર થવા
ગંગા જળમાં ન્હાય,
મનની મલીનતા તજતાં નથી
તેની ફોકટ યાત્રા થાય.
અભિમાની અહંકારી અતિ
કરમહીન કહેવાય
સાચો માર્ગ તેને સૂઝે નહિ
તે યમના જોડા ખાય.
મહાત્માના ઉપદેશથી કચ્છી યાત્રી ઊભો થઈ પેાતાનું દુ:ખ વ્યક્ત કરી, સાચો રાહ બતાવવા વિનંતી કરે છે કે, બાપુ, હું કચ્છથી આવું છુ. જ્ઞાતે ક્ષત્રિય રજપૂત છું. મને સંસારની વૃત્તિ પ્રત્યે ત્યાગની ભાવના જાગતાં હું અહી તીર્થ કિનારે એકાગ્રતાથી ઈશ્વરસ્મરણ કરવા માટે ચારેક માસથી આવ્યો છું; પરંતુ મારું મન દૃઢ બની રામનામમાં ચોટતું નથી. માયાવી ખોટી વ્યાધિ નવરાશે ગપગોળામાં મારો જીવ ખેંચાઈ જાય છે. તેથી મને કોઈ સદમાર્ગ બતાવેા.મહાત્મા તેને સંબોધે છે કે,
રામ ભજી લે, હરિ ભજી લે,
પ્રભુના પ્રેમાળ થવા હરિ ભજી લે.
મનુષ્ય જીવન અમૂલ્ય ઉત્તમ
સાર સમજી લે,
પ્રભુના પ્રેમાળ થવા...
જીવન તારું ગંગાકિનારે
મંગળ પ્રભાત જે
ગંગાજળે પાવન થઈ રામનામ લે.
મારું તારું સર્વ તજી
ઈશ્વર આરાધી લે.
હરિદ્વારે હોંસે ભજવા
રામનામ લે...
દંભી દેખાવ ભગતનો તું
સાવ તજી દે
અલખ, અલખ, એક નાદે
રામ ભજી લે...
જીવન તારું અધિક નથી
ઓછુ’ સમજી લે.
અહો ભાગ્ય અહી' આવ્યો તું
રામનામ લે...
સર્જનહારે સર્વ આપ્યું
ઉપકાર માની લે.
હે પ્રભુના પ્રેમાળ થવા
હરી ભજી લે.
સંત મેકણ સરસ્વતી દેવીની કૃપાને કારણે સરસ કહેવતો ભજનો,સાખીઓની સરસ રચના કરી જનસમાજમાં ઉપદેશ તરીકે સંબોધતા અને માનવોને સુનીતિને ૫થે વાળવા કોશિશ કરતા. હરીદ્વારમાં મંગળ પ્રભાતે ગંગાનદીમાં સ્નાન કરી પૂજાપાઠ નિત્ય કર્મથી પરવારી કામધેનુ ચેતાવી રહ્યા બાદ સવારના સમયે હરિદ્વાર તીર્થક્ષેત્રમાં દરેક યાત્રાના સ્થળે દેવદર્શનનેા પણ લાભ લઈ રહ્યા છે. સાધુસંતો, તપસ્વીઓ, જોગીતિઓને પણ સંતસમાગમ કરે છે. આ રીતે આ પવિત્ર સ્થળે યાત્રાનેા ઉત્તમ લાભ લીધા બાદ માતા હિંગળાજની યાત્રાએ જવા માટે સિંધ પ્રદેશ બાજુ જવા રવાના થાય છે.